Wednesday, 20 May, 2009

The bridge of memories


જ્યારે પણ
'તેને' યાદ કરું છું,
ધસમસતી આવે છે
સ્મરણોની ટ્રેન;
હું પુલની જેમ થરથરું છું!
- મિલિન્દ ગઢવી

( 'અખંડ આનંદ' - મે-૨૦૦૯)

The bridge of relation


અચાનક
આપણી વચ્ચે
આ લાગણીઓનો ટ્રાકિક જામ?
નક્કી
પુલ તૂટ્યો હોવો જોઇએ.
- મિલિન્દ ગઢવી

( 'અખંડ આનંદ' - મે-૨૦૦૯)

Sunday, 22 March, 2009

Painting your absence


શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે 'તું નથી'
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે 'તું નથી'
- મિલિન્દ ગઢવી

Saturday, 28 February, 2009

Windmill


હવાની હામી ભરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
પવનચક્કીને ફરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે
- મિલિન્દ ગઢવી

Bell tower


આપણો સમય
ચૂપકીદીથી ન ચાલ્યો જાય
એટલે જ કદાચ આ
ટન્…ટન્…ટન્…
- મિલિન્દ ગઢવી

Saturday, 13 December, 2008

Why Me?


બહેરાશના ગણતંત્રમાં પડઘાઉ છું હજી
કૈં કેટલા આરોપસર ચીંધાઉ છું હજી
- મિલિન્દ ગઢવી

Looking For Lights


ક્યાંથી જન્મી છે આવી ખંત મને
કોઇ ભીતર મળે જ્વલંત મને
- મિલિન્દ ગઢવી